ટેરિફનો વિરોધ કરતાં લોકો મુર્ખ, દરેક અમેરિકને $2,000 મળશેઃ ટ્રમ્પ
આક્રમક ટેરિફ નીતિઓનો બચાવ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આક્રમક ટેક્સથી અમેરિકા વિશ્વનો “સૌથી ધનિક” અને “સૌથી આદરણીય” દેશ બન્યો છે. ટેરિફનો વિરોધ કરતાં લોકો મુર્ખ છે. શ્રીમંતો સિવાય દરેક અમેરિકનને ટૂંક સમયમાં તેમના વહીવટીતંત્ર દ્વારા એકત્રિત કરાયેલ ટેરિફ આવકમાંથી ઓછામાં ઓછા $2,000 મળશે.